સુવિચાર :-

"કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે."

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2013

મોબાઈલ ઓપેરામીનીમાં ગુજરાતી ભાષા સેટ કરવા માટે.....


મોબઈલ માં ઓપેરામીની બ્રાઉઝર માં ગુજરાતી ફોન્ટ જોવા માટે ની ટ્રિક..........


એન્ડ્રોઇડ મોબાઈલ ને ફોર્મેટ કરવા માટે............

નોધ:- ઉપરની ટ્રિક માટે દરેક મોબાઈલ માં થોડો-ગણો  ફેરફાર જવા મળશે....

સરસ્વતી માતાની સ્તુતિ .............


પેન્સીલની છાલ ની કમાલ..........


જમીનની માપણી ......


સોનાના દાગીનાનો સાચો ભાવ ગણવાની રીત.......


તેત્રીસ(૩૩) જીલ્લા ના નામ ની શોર્ટકટ કી...........


T.E.T.-2 ૨૦૧૩ પરિણામ...........








ઓનલાઈન આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે.....






































નોધ:- આધારકાર્ડ ને ત્રણ મહિના નો સમય રજિસ્ટ્રેશન કરાવ્યા પસીજ આ રીતે આધારકાર્ડ નીકર છે.










સી.પી.એફ.(C.P.F.) કપાત ઓનલાઈન જોવા માટે.....


તમારો મોબઈલ નંબર જાણો ..............

અમુક કંપની માં આ ટ્રિક કામ નૈ નઈ કરે............

આંકડાકીય ગણતરી .......


જમીન માપણી અને અંતર.......


કોમ્પ્યુટર નોલેજ


શનિવાર, 23 ફેબ્રુઆરી, 2013

આત્મવિશ્વાસ - સફળતાનું ઔષધ :
===================

એક બીઝનેસમેન ઘણો દેવામાં ડૂબી ગયો અને બહાર આવવાનો કોઈ રસ્તો નહોતો મળતો. જે લોકો તેમને ક્રેડીટ આપતા હતા તે લોકોએ ક્રેડીટ આપવાનું બંધ કરી દીધું હતું. અને સપ્લાયરોએ કડક ઉઘરાણી ચાલુ કરી દીધી હતી. લેણિયાતો ની રોજ રોજ ની ઉઘરાણી થી કંટાળીને તે એક દિવસ બગીચામાં એક બેંચ પર બેઠો હતો અને વિચારતો હતો કે કઈ વસ્તુથી પોતે દેવાળિયો થતા બચે અને પોતાની કંપનીને ફડચામાં જતી રોકે.

અચાનક એક વૃદ્ધ આદમી તેની સામે દ્રશ્યમાન થયો.

“હું જોઈ શકું છું કે તું ખુબજ ચિંતા માં ડૂબેલો છે.” વૃદ્ધ માણસે કહ્યું.

બીઝનેસમેન ની આપવીતી સંભાળીને વૃદ્ધ માણસે કહ્યું “હું તને મદદ કરી શકું છું.”

તેમણે તે બીઝનેસમેન નું નામ પૂછ્યું અને એક ચેક લખી આપ્યો અને બીઝ્નેસમેન ના હાથમાં આપતા કહ્યું: “આ ચેક રાખ, અને બરાબર આજથી એક વર્ષ પછી અહી જ મને મળજે અને ત્યારે તું આ રકમ મને પાછી આપી શકે છે.” આમ કહી ને વૃદ્ધ માણસ જતો રહ્યો.

બિઝનેસમેને તે ચેક જોયો, તે ચેક $500000 નો હતો અને સાઈન કરેલી હતી John D. Rockefeller (કે જે દુનિયાનો સૌથી ધનાઢ્ય ગણાતા વ્યક્તિઓમાનો એક હતો ) ના નામે.

બિઝનેસમેને વિચાર્યું કે હું મારી બધી નાણાકીય ચિંતા નો એક મિનીટમાં સફાયો કરી શકું તેમ છું.

પરંતુ તે બિઝનેસમેને તેમ ના કરતા તેણે તે ચેક ને વટાવ્યા વગર કોઈ સલામત જગ્યાએ મૂકી રાખવાનો વિચાર કર્યો. તે જાણતો હતો કે આ ચેક ની મદદથી તે ગમે ત્યારે તેની કંપનીને ફડચામાં જતી બચાવી શકે એમ છે.

નવાજ આત્મવિશ્વાસ સાથે તે વધારે સારી બીઝનેસ ડિલ વધારે મુદતની પેમેન્ટ ટર્મ્સ થી કરવા લાગ્યો. અને થોડા મોટા સોદો પડ્યા. અને થોડા જ મહિનાઓમાં તે દેવામાંથી બહાર આવી ગયો અને તેની કંપની નફો કરતી થઇ.

એક વર્ષ પછી નક્કી કરેલા સમયે તે ફરી તે જ બગીચામાં સાચવી રાખેલા ચેક સાથે આવી પહોચ્યો અને તે જ બેંચ પર જઈને બેઠો.

થોડા જ સમયમાં તે વૃદ્ધ માણસ પણ ત્યાં આવી પહોચ્યા. પરંતુ જ્યાં એ બીઝનેસમેન તેમને ચેક પાછો આપી અને પોતાની સફળતાની વાર્તા સંભળાવે તે પહેલા જ એક નર્સ દોડતી આવી અને તે વૃદ્ધ માણસને પકડી લીધા.

નર્સે બીઝનેસમેનને કહ્યું : ” આ વડીલે તમને હેરાન તો નથી કર્યા ને?, Thanks god ! તેઓ મળી ગયા. તેઓ માનસિક બીમાર છે અને ઘર માંથી ભાગી જાય છે અને લોકોને કહેતા ફરે છે કે તેઓ John D. Rockefeller છે.” આટલું કહીને નર્સ તે વૃદ્ધને ત્યાંથી લઈ ગઈ.

પરંતુ આ સંભાળીને પેલા બીઝ્નેસમેન નું માથું ફરી ગયું. તે અવાક થઇ ગયો. છેલ્લા એક વર્ષમાં તેણે જે જોખમી બીઝનેસ ડીલો કરી, જોખમી નિર્ણયો લીધા તે ફક્ત એ જ વિચારે કે કંઈપણ થાય તો તેની પાસે $500000 નો ચેક છે.

પછી તેને વિચર આવ્યો કે હકીકત માં એ રકમ તેની પાસે ન હતી જે રકમથી તેની જીંદગી બદલાઈ ગઈ. તે ફક્ત તેનો નવો આત્મવિશ્વાસ જ હતો કે જેથી તેને જે જોઈતું હતું તે મેળવવાની શક્તિ મળી.

મોરલ :

ભગવાન આપણી સાથે છે તે અનુભૂતિમાં ન હોય પણ વિચારોમાં હોય તો પણ આત્મવિશ્વાસ વધે જ....!!

મહેસાણા વિભાગ બસસ્ટેન્ડ ના ફોન નંબર ની યાદી


શુક્રવાર, 22 ફેબ્રુઆરી, 2013

આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિતે દેશ માટે ૧૦ મીનીટ કાઢી આ લેખ જરૂર વાંચજો


વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે અચૂક વાંચો...ઘણું ઘણું શીખવા મળશે અને જાણવા મળશે...ગમશે જ એની ગેરેંટી....! શેર કરવાનું ચૂકશો નહિ....!
=========================================

ભારત અને ઈઝરાયલ પાસે-પાસેના સમયગાળામાં આઝાદ થયા. ઈઝરાયલનો 4000 વર્ષનો ગુલામીકાળ પસાર થઈ ગયો જ્યારે ભારત 1000 વર્ષ ગુલામ રહ્યું. આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન નહેરુ તેમજ ઈઝરાયલનાં રાષ્ટ્રપ્રમુખ ભારતમાં મળ્યા. નહેરુએ પ્રમુખને કહ્યું, “ભારત ઈઝરાયલની મૈત્રી ઈચ્છે છે. આપને ભારત શું મદદ કરી શકે?” પ્રમુખે ખુમારીભર્યો પ્રત્યુત્તર પાઠવ્યો, “ઈઝરાયલને ભારતની કોઈ મદદની જરુર નથી, અમે સ્વનિર્ભર છીએ. શક્ય હોય તો ભારત એક દિવસનો વરસાદ અમને મોકલી આપે.પ્રમુખને પૂછવામાં આવ્યું, “આપની રાષ્ટ્રભાષા તેમજ શિક્ષણનું માધ્યમ કઈ ભાષા રહેશે?” “ચોક્કસ જ હિબ્રુ ભાષા! આ તે કાંઈ પ્રશ્ન છે?”-પ્રમુખે ઉચ્ચાર્યું. પરંતુ વિશ્વનું તમામ જ્ઞાન અંગ્રેજી ભાષામાં છે, હિબ્રુ ભાષામાં એક પણ ગ્રંથ તૈયાર નથી, તેનું શું?”

વાચક મિત્ર, આપને જાણીને મહદાશ્ચર્ય થશે કે આઝાદ ઈઝરાયલમાં સાત વર્ષ સુધી શિક્ષણકાર્ય શરુ થયું ન હતું. ઈઝરાયલના તમામ વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના દિવસના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હિબ્રુમાં ભાષાંતરણનું કાર્ય સાત વર્ષમાં પૂરું કર્યું ત્યારબાદ જ ત્યાં શિક્ષણ શરુ થયું. રાષ્ટ્રભાષા, માતૃભાષા તેમજ શિક્ષણની ભાષા અંગેના પ્રશ્નો આપણે ત્યાં કેવા વકર્યા છે!

માતૃભાષા એટલે શું?
============

બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષાએ બાળકમાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી : દા.ત. બે હાથ જોડીને નમસ્કારબોલવું, ચરણસ્પર્શ કરીનેપગે લાગું પિતાજીબોલવું, વગેરે સંસ્કાર ભાષા તરફથી મળે છે.

રમાડું છું’, ‘ખવડાવું છુંજેવા બીજામાટે કંઈક કરવા માટેના શબ્દો ભારતીય સંસ્કૃતિની દેણ છે. આ શબ્દો માટે અંગ્રેજી ભાષામાં કોઈ શબ્દો નથી. અંગ્રેજી ભાષાની ટીકા નથી કરતો છતાં એ હકીકત છે કે અંગ્રેજી ભાષા સ્વાર્થી ભાષા છે, જેમાં પોતાના માટે કરવાની ક્રિયાના શબ્દો જ મળે છે જ્યારે સંસ્કૃત તેમજ તેમાંથી ઉતરી આવેલી તમામ ભારતીય ભાષાઓમાં બીજાનો વિચાર છે. એ જ રીતે અંગ્રેજી પરંપરામાં હસ્તધૂનનથી વિશેષ અભિવાદન કરવા માટે કોઈ પદ્ધતિ નથી.

માતૃભાષામાં શિક્ષણ :
==============

માતૃભાષા સાથે માણસ ઘનિષ્ટતાથી જોડાયેલો હોવાથી તે ભાષામાં અપાતું શિક્ષણ માણસમાં એવી રીતે ઉગી નીકળે છે જાણે કે કોઈ બીજ, છોડ કે કલમને તમામ રીતે અનુકૂળ વાતાવરણ(જમીન, ખાતર, પાણી, સૂર્યપ્રકાશ તથા નિંદામણ જેવી સંભાળ) મળી ગયું હોય.

માતૃભાષા વંદના શા માટે?
================

બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થયા તેથી ગુજરાતી લખતા-વાંચતા ભૂલી ગયા. ભાષા જાય તો સંસ્કૃતિ જાયએ ન્યાયે માતૃભાષાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં કોણ મૂકે છે? તેમના વાલીઓ. શા માટે? ‘અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું છેએવી સમજણ હોવાથી. શાળા અને ટ્યુશન ક્લાસીસ સિવાયના સમયમાં પોતાના પરિવારના સભ્યો, મિત્રો, સગાં-વ્હાલાઓ સાથે માતૃભાષામાં વ્યવહાર કરતો બાળક ગુજરાતી ભૂલી જાય એવું બને છે કારણ કે શાળા સિવાય બાળકને ગુજરાતીમાં બોલવા તેમજ સાંભળવા તો મળે છે પરંતુ લખવા કે વાંચવાની તાલીમ મળતી નથી.

શું કરી શકાય?
=========

1.
પરિવારજનો બાળકને ઘરમાં ગુજરાતીમાં લખવા-વાંચવાની ટેવ પાડી શકે તો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હોવા છતાં બાળક સુંદર રીતે ગુજરાતી
લખી, વાંચી તેમજ બોલી શકે. ગુજરાતી પરિવારોમાં આ કાર્ય અસરકારક રીતે શરુ થાય એ જોવું એ માતૃભાષા અભિયાનનો એક ભાગ હોવો
જરુરી છે જે અંતર્ગત . . . . .
1.1
ઘર-ઘરમાં ગુજરાતી પુસ્તકો વંચાતા થાય એ માટે તેઓમાં વાંચનભૂખ જગાડવામાં આવે,
1.2
ગુજરાતીમાં લખવાનો મહાવરો થાય એ માટે પેન-પેન્સિલથી પત્રો લખવાનું વિસરાઈ ગયેલું કાર્ય ફરીથી શરુ કરાવવું ઉપરાંત
1.3
કોમ્પ્યુટરના કી-બોર્ડ પર ગુજરાતીમાં ટાઈપ કરીને ઈન્ટરનેટના માધ્યમથી ઈ-મેલ મોકલવા,
1.4
ગુજરાતીમાં વાતચીત (ચેટિંગ) કરવી વગેરે બાબત અંગે વિચારી શકાય.

2.
ભારતીય મુસ્લિમ પરિવારો પોતાના બાળકોને ઉર્દૂ, ફારસી તેમજ ઈસ્લામ ધર્મનું શિક્ષણ મળે એ માટે જાણકાર શિક્ષક રાખે છે તેમ ગુજરાતી વિષયના
શિક્ષકનું ટ્યુશન બાળકને ઘરમાં મળતું થાય એમ કરી શકાય.

3.
અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવાથી અંગ્રેજી લખતા-વાંચતા-બોલતા આવડી જ જાય એ એક ગેરસમજ અને અંગ્રેજી માધ્યમમાં ભણવાથી જ અંગ્રેજી
લખતા-વાંચતા-બોલતા આવડે એ બીજી ગેરસમજ બાળકોના વાલીઓમાંથી દૂર થવી જોઈએ. જેથી બાળકોનો ગુજરાતી માધ્યમની શાળાઓમાં અભ્યાસ
પુન: શક્ય બનશે.

ઈઝરાયલની ઘણીબધી વાતો અજબ પ્રકારની છે. ત્યાં માત્ર એક દિવસનો વરસાદ પડે છે જેનો સંગ્રહ કરીને આખું રાષ્ટ્ર પાણીની જરુરિયાત સંતોષે છે. ફળોના વૃક્ષ-વેલાને સૌથી વધુ પાણીની જરુર પડે છે ત્યારે ડ્રીપ ઈરીગેશન સીસ્ટમથી ટીપે-ટીપે પાણી સીધું મૂળને મળે એવી વ્યવસ્થા કરીને ફળોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરીને સમગ્ર વિશ્વમાં તેઓ ફળોની નિકાસ કરે છે.
ઈઝરાયલના પ્રત્યેક નાગરિક માટે મિલિટરી તાલીમ ફરજિયાત છે.

છોકરો હોય કે છોકરી, એ ચોક્કસ વયના થાય એટલે લશ્કરી તાલીમમાં જોડાઈ જ જવાનું! થોડા વર્ષો પૂર્વે એવું બન્યું કે મિસ ઈઝરાયલ બનીને એક છોકરી વિશ્વસુંદરીની સ્પર્ધામાં જોડાઈ હતી. તેની લશ્કરી તાલીમ માટેની તારીખ આવી એટલે કોઈ દલીલ કર્યા વિના સ્પર્ધામાંથી નીકળી જઈને પોતાના દેશ પરત ફરી ને લશ્કરી તાલીમમાં જોડાઈ ગઈ.

મિત્ર, સાત ડાઘીયા કૂતરા જેવા આરબ રાષ્ટ્રો વચ્ચે ઘેરાયેલું બિલાડીનાં બચ્ચા જેવું ઈઝરાયલ એવા ઘૂરકિયા કરે છે કે કોઈ દેશ એના પર આક્રમણ કરવાની ગુસ્તાખી કરી શકતો નથી. જે દેશના નાગરિકો દેશપ્રેમના નશામાં તરબોળ હોય, નેતાઓ ખુમારી તેમજ આત્મસમ્માનની ભાવનાથી ચકચૂર હોય એ દેશનું કોઈ શું બગાડી શકે?

ઈઝરાયલ આઝાદ થયુ ત્યારે વિશ્વભરના દેશોમાં દસકાઓ-સૈકાઓથી સ્થાયી થયેલા યહુદી ધર્મના લોકો પોતાના વતન ઈઝરાયલ જવા તૈયાર થઈ ગયા. જે-તે દેશમાં કમાવેલા પોતાના મકાન, દુકાન, ઓફીસ, કીર્તિ, પ્રતિષ્ઠા, ધનદોલત, વેપાર ક્ષણભરમાં પડતા મુકીને પ્રત્યેક યહુદી થનગનાટ કરતો ઈઝરાયલ પહોંચી ગયો.

એક જ રાષ્ટ્રધર્મ યહુદી, એક જ રાષ્ટ્રપુસ્તક તાલમુદ અને એક જ રાષ્ટ્રભાષા હિબ્રુ -આવી ખુમારી ધરાવતો, દુ:શ્મન દેશોને હંફાવતો ઈઝરાયલ દેશ ખરા અર્થમાં સિંહ સાબિત થયો છે.

કોઈ પણ રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા ઉભી કરવા માટે અને એને ટકાવવા માટે રાષ્ટ્ર-ધર્મ, -પુસ્તક, -ભાષા એક જ હોવા અનિવાર્ય છે -એ સિદ્ધાંત છે. પોતાના પતિ પ્રત્યે સ્ત્રીને જે ભાવ હોય છે એ ભાવ એના પાડોશી માટે ના જ હોય. એને જ પતિનિષ્ઠા કહેવાય. પતિવ્રતા અને વેશ્યામાં આ જ તો ફર્ક છે!

ભારત જેવા સમર્થ રાષ્ટ્રને ઉંદરડાં જેવા પાડોશી રાષ્ટ્રો હેરાન કરી રહ્યાં છે, વિદેશી આતંકવાદીઓ સીમાની અંદર ઘુસીને તબાહી મચાવી રહ્યાં છે ત્યારે વિચાર આવે છે કે આ દેશનું યુવાધન શું કરે છે?

આપણા યુવા ભાઈ-બહેનો લશ્કરી તાલીમ મેળવવા થનગને છે કે તેનાથી દૂર ભાગે છે? પ્રથમ નજરે જે ચિત્ર આંખ સામે આવે છે એ નિરાશાજનક જણાય છે. સિનેમાઘરો, ડાંસબારો, મોજ-મજાનાં તમામ સ્થળોએ પડાપડી થાય છે જ્યારે કુસ્તીના અખાડા, પુસ્તકાલયો, વિચારયુદ્ધના મંચો સૂમસામ જણાય છે. સ્પર્ધાનું વાતાવરણ છે, પરંતુ શારિરીક મહેનત વગર પૈસો તેમજ કીર્તિ કમાવાનું શિક્ષણ મેળવવામાં, પાંચ-સાત આંકડાનો માસિક પગાર મેળવવામાં અને ધંધો વિકસાવવામાં!

છેલ્લે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો તેની શરુઆત રેલ્વેસ્ટેશનથી થઈ. સ્ટેશનનું નામવિક્ટોરિયા ટર્મીનસથી બદલીને શિવાજી ટર્મીનસરાખવાથી શિવાજી પેદા થઈ શકે છે? ત્યાં પાંચસો માણસોને આતંકવાદીઓએ વીંધી નાંખ્યા. કારણ શું? પાંચ હજાર માણસો જીવ બચાવવા ભાગતા હતાં, જેઓની પીઠ આતંકવાદીઓ તરફ હતી.

પાંચ હજારમાંથી માત્ર સો યુવાનો ભાગવાને બદલે સામે ધસી ગયા હોત તો પાંચેય આતંકવાદીઓ પકડાઈ ગયા હોત. શક્ય છે કે સોમાંથી નેવું જણા મરી પણ ગયા હોત! છતાં પાંચસોની સામે આ આંકડો બહુ નાનો ગણાય. પ્રશ્ન છે attitude નો! આપણે પલાયનવાદી છીએ કે પુરુષાર્થવાદી, ભાગવામાં કુશળ છીએ કે સામનો કરવામાં? લશ્કરી તાલીમ આપણા યુવાધનના attitude માં કોઈ ફરક કરી શકે છે કે કેમ?

ભારતે ભાગી છૂટવાની નહિ, સામનો કરવાની જરુર છે. વિચારો, આ પ્રકારની ઘટના ઈઝરાયલમાં બની હોત તો ત્યાંના યુવાનોએ શું કર્યું હોત! આપણે પણ આપણી અસ્મિતા જાગ્રત કરીએ અને એને ટકાવીએ.

જય હિંદ બોલીએ નહિ....સાર્થક કરીએ.....!!