સુવિચાર :-

"કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે."

જોક્સ




જોક્સ




માથુ આપો
મગન : મારી ૩ વર્ષની ભાણેજ કૃતિકાએ મને કહ્યુ, ‘મામા મને ચોકલેટ આપોને.
હું કામમાં વ્યસ્ત હતો એટલે મેં તેને ખીજાઇને જવાબ આપ્યો, ‘જા અહીંથી મારું માથું ન ખા
મહેશ : તો શું થયું?
રમેશ : એણે તરત જ મને કહ્યું,‘ મામા મને માથું આપોને હું માથું ખાઇશ.

યોગ્ય વ્યક્તિ
કિશન : રાધા હું તને ખૂબ ચાહું છું. આઇ લવ યુ. હવે તું પણ મને કહેને.
રાધા : તારી હિંમત કેવી રીતે થઈ. હું તને નહીં પણ સરને જઇને કહી દઉં છું.
કિશન : અરે, ગાંડી સરને ન કહેવાય. સર તો પરિણીત છે.

મિત્રની સલાહ
એક ડબ્બૂ પતિ એક દારૂડિયા મિત્રની સલાહથી પોતાની પત્ની પર હુકમ ચલાવવા માટે તેને ગુસ્સાથી બોલ્યો - સાંભળે છે, આજથી ઘરમાં મારો હુકમ ચાલશે. મારા માટે ચા-નાસ્તો, જમવાનુ બધુ તુ તૈયાર કરજે, મારા કપડા ધોઈને પ્રેસ કરજે અને આજે સાંજે મારે પાર્ટીમાં જવાનુ છે. બતાવ મારા શૂઝને પોલીશ કોણ કરશે ?
પત્ની બોલી - હા.. બતાવુ છુ, પહેલા જરા તમે પલંગ નીચેથી બહાર તો આવો.

સારુ કામ
શિક્ષક - બેટા તે આજે કયુ સારુ કામ કર્યુ ?
વિદ્યાર્થી - મેડમ, મે મારા પાંચ મિત્રો સાથે મળીને એક વૃધ્ધ સ્ત્રીને રોડ ક્રોસ કરાવ્યો.
શિક્ષક - આ તો સારી વાત છે, પરંતુ આટલી નાનકડી વાત માટે તને પાંચ લોકોની જરૂર કેમ પડી ?
વિદ્યાર્થી - કારણ કે એ સ્ત્રી રોડ ક્રોસ કરવા નહોતી માંગતી.

શાળા અને કોલેજ
મહેશ - શાળાની બહાર ગાડી ધીરે ચલાવોનુ બોર્ડ હોય છે, જ્યારે કે ગર્લ્સ કોલેજની સામે નથી હોતુ કેમ ?
રીટા કારણ કે સારી સારી ગાડીઓ પણ ગર્લ્સ કોલેજ સામે આવીને ધીરી પડી જાય છે.

કેટલીવાર લગ્ન
બોસ તુ એકદમ મારી ત્રીજી પત્ની જેવી લાગે છે.
યુવતી તમે કેટલી વાર લગ્ન કર્યા છે સર ? બોસ બે વાર

ખોવાયેલી નોટ
ટીચર – (રમેશને) તને શાળામાં આવવામાં મોડુ કેમ થયુ ?
રમેશ રસ્તામાં એક માણસની 100ની નોટ ખોવાઈ ગઈ હતી.
ટીચર તો શુ તુ તેને શોધવામાં મદદ કરી રહ્યો હતો?
રમેશ નહી હુ તો તેના જવાની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે નોટ મારા પગ નીચે હતી.

પ્રોબલેમ
સરદાર- ડોક્ટર સાહેબ, મારે એક પ્રોબલેમ છે.
ડોક્ટર - શું?
સરદાર- વાત કરતી વખતે મને માણસ નથી દેખાતો.
ડોક્ટર- એવું ક્યારે થાય છે?
સરદાર- ફોન કરતી વખતે.

વિરહ સુખ
પત્નીએ ચીડાઈને પતિને કહ્યું- મને એ જણાવો કે મે તમને કયું સુખ નથી આપ્યું.
પતિએ જવાબ આપ્યો- વિરહ સુખ.

વફાદાર કુતરો
રમણ (ચમનને)- આ કુતરો ખુબ જ વફાદાર છે. રોજ સવારે છાપુ ઉઠાવીને મને આપી જાય છે.
ચમન- એમાં વફાદારીવાળી શું વાત છે?
તે આ છાપુ પડોશીને ત્યાંથી લઈ આવે છે.

જનરલ નોલેજ
એક વખત જનરલ નોલેજની પરીમાં અધ્યાપકે વિદ્યાર્થીઓને પુછ્યું- બિંદુ અને રેખા વચ્ચે શુ અંતર છે?
વિદ્યાર્થી- સર, બિંદુ ખલનાયિકા છે અને રેખા નાયિકા. તમને એટલી પણ ખબર નથી.

દહેજનો મુદ્દો
છોકરીનો બાપ- કેવો સમય આવી ગયો છે... છોકરી પણ આપો અને દહેજ પણ આપો. છોકરાના પિતા- તમે માત્ર દહેજ આપી દો. છોકરીને રાખવા માંગતા હોય તો તમારી પાસે જ રાખો.

રમણ અને ખેડુત
ગામડામાં ફરવા ગયેલા રમણે આમ-તેમ ફરતાં ખેતરમાં કામ કરી રહેલા ખેડુતની સાથે વાત શરૂ કરી.
રમણ- કેટલી સુંદર ગાય છે? પરંતુ આના શિંગડા કેમ નથી?
ખેડુત- ભાઈ સાહેબ, અમુક ગાય શિંગડા વિનાની જન્મે છે અને અમુક ગાયના શિંગડા અમે કાપી દઈએ છીએ.
પરંતુ આ ગાયના શિંગડા ન હોવાનું એક જ કારણ છે અને તે છે આ ગાય નથી પણ ગધેડી છે.

નવી વસ્તુઓનો શોખ
રમેશ - ધન્યવાદ! મને હંમેશા નવી વસ્તુઓનો શોખ છે, તમે શું લાવ્યા છો?
પડોશી - ભાઈ હું તમારા માટે કંઈક અનોખી ગીફ્ટ લાવ્યો છું.
રમેશ - પણ તમે લાવ્યા શું છો?
પડોશી- બે પત્થર અને એક ગજ દોરડું. કદાચ તમને ખબર જ હશે જે નદી અહીંયાથી એકદમ નજીક જ છે.

બળી ગઈ
પત્ની(રસોડામાં) અરે સાંભળો છો, આજે હું ખૂબ સુંદર લાગી રહી છુ.
પતિ - તને કેવી રીતે ખબર પડી ?
પત્ની - આજે મરી સુંદરતા જોઈને રોટલી પણ બળી રહી છે.

બેવકૂફ
સંતા પોતાના પુત્ર માટે એક રમકડું રેલગાડી ખરીદી લાવ્યો. રમકડું આપ્યા પછી થોડીવાર પછી જ્યારે તે પુત્રના રૂમમાં ગયો તો બાળક રેલગાડી રમી રહ્યો હતો અને બોલી રહ્યો હતો - જે બેવકૂફને ઉતરવું હોય તે ઉતરી જાય, જે બેવકૂફને ચઢવુ હોય તે ચઢી જાય, રેલગાડી બે મિનિટથી વધારે નહી રોકાય.
બાળકના મોઢામાંથી આવી વિચિત્ર ભાષા સાંભળીને સંતાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. તેને બાળકના કાન નીચે બે તમાચા માર્યા અને આગળથી આવી ભાષા ન બોલવાની ચેતાવણી આપી. પછી કહ્યુ - હુ બજાર જઉ છુ, બે કલાકમાં પાછો આવીશ, ત્યાં સુધી તુ ફક્ત અભ્યાસ કર સમજ્યો.
બે કલાક પછી જ્યારે સંતા પરત આવ્યો તો તેણે જોયુ કે તેનો પુત્ર વાંચી રહ્યો હતો. તેનુ દિલ પીગળી ગયુ અને તેણે ફરી બાળકને રેલગાડી રમવાની મંજૂરી આપી. તેણે જોયુ કે તેનો બાળક હવે બોલી રહ્યો હતો - જે બેવકૂફને ઉતરવુ હોય તે ઉતરી જાય, જે બેવકૂફને ચઢવુ હોય તે ચઢી જાય. ગાડી પહેલા જ એક બેવકૂફને કારણે બે કલાક મોડી પડી છે.

બેસ્ટ હસબંડ
સંતા - હુ મારી પત્નીને પહેલા બીએ કરાવીશ, પછી એમ એ કરાવીશ અને ત્યારબાદ પીએચ કરાવીશ, અને પછી એક સારી નોકરી અપાવીશ.
બંતા - પછી કોઈ સારો મૂરતિયો જોઈને તેને પરણાવી પણ દેજે....!

પતિનો આરામ
ડોક્ટર - તમારા પતિને આરામ કરવાની જરૂર છે, આ લો ઉંઘની ગોળીઓ.
પત્ની - આ ગોળી હું તેમને ક્યારે આપુ ?
ડોક્ટર - આ ગોળીઓ તેમને નથી આપવાની, આ તો તમારે લેવાની છે....!

સર્કસ
પુત્ર - મમ્મી, શુ તુ પહેલા સર્કસમાં કામ કરતી હતી ?
મમ્મી - નહી તો, કેમ શુ થયુ ?
પુત્ર - તો પછી બધા એવુ કેમ કહે છે કે તુ પપ્પાને આંગળીઓ પર નચાવે છે.

ફરક શુ ?
પપ્પા - તુ તારા ક્લાસમાં સૌથી પાછળ કેમ છે ?
પુત્ર - એમા શુ ફરક પડે છે, આગળ હોય કે પાછળ બધાને એક જેવુ જ ભણાવવામાં આવે છે.

નકલી
સંતાએ બંતાને પૂછ્યુ - યાર એક વાત બતાવ. એક હાથી સામે 12 કેળા મૂક્યા, તેણે 11 કેળા ખાઈ લીધા અને એક છોડી દીધુ, કેમ ?
બંતા બોલ્યો - કારણ કે એક કેળુ નકલી હતુ,
ચાલ હવે તુ બતાવ કે હાથી સામે 12 કેળા મૂક્યા અને તેણે એકપણ ન ખાઘુ કેમ ? સંતા - કારણ કે હાથી નકલી હતો.

મૂર્ખ કોણ ?
એક મનોચિકિત્સક જ્યારે પોતાના ક્લિનિક પહોંચ્યા તો તેને જોયુ કે એક દર્દી છત પર ઉંધો લટકી રહ્યો છે અને બીજો એવો અભિનય કરી રહ્યો હતો કે એ કુહાડીથી લાકડી કાપી રહ્યો છે. ડોક્ટરે અભિનય કરતા માણસને પૂછ્યુ - આ આદમી ઉંધો કેમ લટકી રહ્યો છે ? પેલાએ હસીને કહ્યુ - એ મૂર્ખ સમજી રહ્યો છે કે એ બલ્બ છે. ડોક્ટર - તુ તેને જલ્દી નીચે ઉતાર એ બોલ્યો - તેને નીચે ઉતારી દઈશ તો શુ હું અંધારામાં લાકડીઓ કાપીશ.

સિસ્ટર
સંતાની ઘરે બેબીએ જન્મ લીધો. બંતા - જ્યારે છોકરી મોટી થશે તો છોકરાઓ હેરાન કરશે ?
સંતા - મે તેની વ્યવસ્થા કરી લીધી છે. બંતા - શુ કર્યુ ?
સંતા - છોકરીનુ નામ સિસ્ટર રાખ્યુ છે.

શંખ
પૂજારીજીને ઝાડા થઈ ગયા તો તેઓ ડોક્ટર પાસે દવા લેવા ગયા ડોક્ટરે દવા આપી. પુજારીએ પૂછ્યુ - શુ કોઈ પરેજ કરવાનુ છે ?
ડોક્ટરે કહ્યુ - વધુ તો કશુ નહી, બસ શંખ જોરથી ન વાગડશો.

ઘરે પણ એ જ છે
એક બાળક એક સફેદ અને એક બ્લેક બૂટ પહેરીને શાળામાં આવી ગયો.
શિક્ષક - જાવ ઘરે જઈને આ બૂટ બદલી આવ.
બાળક - ઘરે જવાનો કોઈ ફાયદો નથી,
શિક્ષક - કેમ ?
બાળક - ઘરે પણ એક સફેદ અને એક કાળુ બૂટ જ પડ્યુ છે.

બાથરૂમમાં ભગવાન
પહેલા ધોરણના બાળકોને શાળામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો - ઈશ્વર ક્યા છે ?
એક બાળકે હાથ ઉપર કર્યો - મને ખબર છે.
ટીચરે કહ્યુ - સારુ તો બતાવો ઈશ્વર કયા છે ?
બાળકે કહ્યુ - અમારા બાથરૂમમાં. એક ક્ષણ માટે ટીચર ચુપ થઈ ગઈ. પછી બોલી - તને કેવી રીતે ખબર પડી ?
બાળક બોલ્યુ - રોજ સવારે પપ્પા ઉઠીને બાથરૂમનો દરવાજો ખટખટાવતા કહે છે - હે ભગવાન , તુ હજુ સુધી અંદર જ છે.

માર્ચ એંડિગ
યમરાજ સો લોકોને યમલોક લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં નારદજી મળી ગયા.
નારદજી - આ શુ યમદેવ, આટલા બધાને એક સાથે ?
યમરાજ - મુનિરાજ, માર્ચ એંડિંગ છે, ટારગેટ તો પુરૂ કરવુ જ પડશે ને ?

ઓવરટાઈમ
એક મચ્છર માણસને દિવસે કરડ્યુ.
માણસ (મચ્છરને) હવે તે દિવસે પણ કરડવાનુ શરૂ કરી દીધુ ?
મચ્છર - ઘરની પરિસ્થિતિ સારી નથી તેથી ઓવરટાઈમ કરી રહ્યો છુ.

વિચિત્ર બીમારી
દર્દી - ડોક્ટર સાહેબ, મને એક વિચિત્ર બીમારી છે, જ્યારે મારી પત્ની કંઈ કહે છે તો મને સંભળાતુ નથી.
ડોક્ટર - આ બીમારી નથી આ તો ઈશ્વરનુ વરદાન છે.

એક જ સવાલ કેમ ?
પ્રેમી - હુ શુ સાચે જ પહેલો છોકરો છુ જેને તુ પ્રેમ કરે છે
પ્રેમિકા - હા, પણ બધા છોકરા આ જ પ્રશ્ન કેમ પૂછે છે ?

ઉડીને
90 વર્ષની એક ડોશીએ તેના 92 વર્ષના પતિને બીજી સ્ત્રી સાથે પ્રેમલીલા રચતો રંગે હાથે પકઈ લીધો. ગુસ્સામાં તે પાગલ થઈ ગઈ અને તેને પંદરમા માળેથી નીચે ફેકી દીધો. ડોસાનુ નીચે પડતા જ મોત થઈ ગયુ. કોર્ટમાં જ્યારે આ સંબંધે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ - જજ સાહેબ, નેં વિચાર્યુ કે જ્યારે 92ની વયે તે પ્રેમ કરી શકે છે તો ઉડીને નીચે પણ જઈ શકે છે.

દુ:ખ
અશોક પ્રવચન સાંભળીને ઘરે આવ્યો અને પત્નીને કેડમાં ઉઠાવી લીધી.
પત્ની - શુ આજે ગુરૂજીએ રોમાંસ કરવાનું કહ્યુ છે ?
અશોક - નહી પાગલ, તેમણે કહ્યુ કે તમારા દુ:ખ જાતે ઉઠાવો...

બસંતી
રમેશની પત્નીએ ફ્રાઈગ પેન ઉઠાવીને રમેશના માથા પર માર્યુ
રમેશ - ક્યો મારા ?
પત્ની - તમારી ડાયરીમાં કોઈ બસંતીનુ નામ લખેલુ છે, કોણ છે આ બસંતી ?
રમેશ - ગઈકાલે મેં રેસમાં જે ઘોડી પર દાવ લગાવ્યો હતો તેનુ નામ છે.
પત્ની - ઓહ ઓ.... આઈ એમ સોરી.
બીજા દિવસે રમેશની પત્નીએ તેને ફરી માર્યુ
પતિ - હવે કેમ માર્યુ ?
પત્ની - તમારી ઘોડીનો ફોન આવ્યો છે... જઈને ઉઠાવો....!!!

ત્યાગ
અગિયાર લોકો હેલીકોપ્ટરની એક દોરી સાથે લટકી રહ્યા હતા. દસ માણસો અને એક સ્ત્રી. દોરી નબળી હતી અને એક સાથે આટલા લોકોને લટકાવવાથી તૂટવાનો ભય હતો. ઓછામાં ઓછા એક વ્યક્તિએ દોરી છોડવી પડે તેમ હતુ નહી તો બધાનો જીવ જોખમમાં હતો. પણ ત્યાગ કરે કોણ ? આ વિચાર ચાલી રહ્યો હત કે સ્ત્રીએ ભાવુક થઈને કહેવાનુ શરૂ કર્યુ - હું સ્વેચ્છાથી દોરી છોડી રહી છુ, કારણ કે ત્યાગ કરવો સ્ત્રીનો સ્વભાવ છે. સ્ત્રી રોજ પોતાના પતિ અને બાળકો માટે ત્યાગ કરે છે, અને જોવા જઈએ તો સ્ત્રીઓ પુરૂષો માટે નિ:સ્વાર્થ ત્યાગ કરતી આવી છે. જેવુ સ્ત્રીએ પોતાનુ ભાષણ પુરૂ કર્યુ, બધા પુરૂષોએ એક સાથે તાળી વગાડી.

નર અને માદા
એક સ્ત્રી રસોડામાં પહોંચી તો જોયુ કે તેનો પતિ જાળી હાથમાં ફેરવી રહ્યો હતો.
પત્નીએ પૂછ્યુ - આ તમે શુ કરી રહ્યા છો ?
પતિ - માખી મારી રહ્યો છુ.
પત્ની - એકાદ મારી કે નહી ?
પતિ - અરે પાંચ-પાંચ મારી, બે માદા અને ત્રણ નર. પત્ની - એ કેવી રીતે જાણ્યુ ?
પતિ - ત્રણ દારૂની બોટલ પર બેઠી હતી અને બે ફોન પર.

કોર્ટની બહાર
જજ - આટલો નાનકડો ઝગડો તમે કોર્ટની બહાર પણ નિપટાવી શકતા હતા
આરોપીઓમાંથી એક - અમે કોર્ટની બહાર જ નિપટાવી રહ્યા હતા, પરંતુ પોલીસ અમને ઝગડો કરવાના આરોપમાં અહી લઈ આવી.

એક ટીપું પણ નથી
આજે સાંજે જો પચાસ હજાર રૂપિયાની વ્યવસ્થા ન થઈ તો અપમાનથી બચવા માટે મારે ઝેર પીવુ પડશે. શુ તુ મારી મદદ કરી શકે છે
દોસ્ત ? શુ કરુ ? મારી પાસે તો એક ટીપું પણ નથી.

સૈનિકમાં ભરતીનુ કારણ
એક સૈનિક - તમે ફોજમાં કેમ જોડાયા ?
બીજો સૈનિક - મારી પત્ની છે નહી, અને હું લડાકૂ સ્વભાવનો છુ, પરંતુ તમે કેવી રીતે ભરતી થયા ?
પહેલો સૈનિક - મારી પત્ની છે અને હું શાંતિ ઈચ્છુ છુ.

ડોનેશન
પોલીસમાં સિપાહીની ભરતી પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો - જો લોકોની ભીડ એકત્ર થઈને ગડબડ કરી રહી હોય તો તે ભીડને વિખેરવા તમે શુ કરશો ?
હું ફાળો ઉઘરાવવાનુ શરૂ કરી દઈશ - ઉમેદવાર બોલ્યો

થર્મોમીટર
એ મહિલા (થર્મોમીટર ખોટુ વાંચીને ફોન પર ) - ડોક્ટર સાહેબ, મહેરબાની કરીને જલ્દી આવો. મારા પતિનુ ટેમ્પરેચર 120 છે.
ડોક્ટર - જો એવુ છે તો મારુ કામ નથી. તમે ફાયર બ્રિગેડને ફોન કરો

સો ટકા
દર્દી - સાચુ બતાવો ડોક્ટર સાહેબ, મારા મરવાની કેટલી શકયતા છે ?
ડોક્ટર - સો ટકા. આંકડા બતાવે છે એક આ રોગમાં દસમાંથી નવ માણસો મરે છે. મારા દસમાંથી નવ દર્દીઓ મરી ચૂક્યા છે. તમે દસમાં છો.

ભાગ્યશાળી
20 વર્ષની વયે હુ સમજતો હતો કે હું દુનિયાને બચાવી લઈશ હવે તો તમે 30 વર્ષના થઈ ગયા હશો. હા, હવે હુ માનુ છુ કે જો મારા વેતનમાંથી હુ થોડુ બચાવી શકુ તો હુ મારી જાતને ભાગ્યશાળી સમજીશ.

સજા
પતિ પત્નીને - ભાગ્યવાન, તારી જોડે લગ્ન કરીને મને એક ફાયદો થયો.
પત્ની - શુ થયો બતવો તો ખરા.
પતિ - મને મારા કર્મોની સજા જીવતા જીવત મળી ગઈ.

ગાય નહી તો બકરીનુ
સંતા - એક કિલો ગાયનુ દૂધ આપજો.
બંતા - પરંતુ તમારુ વાસણ તો ખૂબ જ નાનુ છે.
સંતા - ઠીક છે તો બકરીનુ આપી દો.

સીટી
સંતા એક દિવસ પ્રેશર કુકર લઈને આવ્યો અને બીજા જ દિવસે પાછુ આપવા ગયો. દુકાનદાર - શુ પ્રોબ્લેમ છે આમા ?
સંતા - ઘરમાં જવાન પુત્રી છે અને આ સાલુ સીટી માટે છે.

ઈંફેક્શન
બંતા - આ ચપ્પુ કેમ ઉકાળી રહ્યો છે
સંતા - સુસાઈડ કરવા માટે
બંતા - તો ઉકાળવાની શી જરૂર છે ?
સંતા - ઈંફેક્શન ન થઈ જાય માટે.

બટાકા
એક ગ્રાહકે ચીસ પાડીને કહ્યુ - વેટર, બટાકાના પરાઠો કહે છે,પરંતુ તેમા બટાકુ તો ક્યાય દેખાતુ જ નથી.
વેટર બોલ્યો - નામ પર ન જશો સર 



સજા
પત્ની - મારો પુત્ર મને મા નથી કહેતો.
પતિ - (ગુસ્સામા) હુ તેને એવી સજા આપીશ , એટલો મારીશ કે એ શુ એનો બાપ પણ તને મા કહીને બોલાવશે.

બેહોશ
એક જાડી સ્ત્રી બે માળની બિલ્ડિંગ પરથી નીચે પડી ગઈ. જાડી સ્ત્રીના પતિએ થોડીવાર પછી ડોક્ટરને પૂછયુ - ડોક્ટર સાહેબ, મારી પત્ની હોશમાં આવી કે નહી ?
ડોક્ટર - તમારી પત્નીને તો હોશ આવી ગયો, પરંતુ જે સાત બાળકો પર એ પડી હતી તે હજુ બેહોશ છે.

ભમરો
એક પાર્ટીમાં એક સ્ત્રીએ પાસે ઉભેલી બીજી સ્ત્રીને પૂછ્યુ - એક્સક્યુઝ મી, શુ તમે મને બતાવી શકો છો કે હમણા જે સુંદર ફુલ જેવી છોકરી દારૂના ગ્લાસ સર્વ કરી રહી હતી તે ક્યા ગઈ ?
બીજી સ્ત્રી - શુ તમને પણ દારૂ પીવી છે ?
પહેલી સ્ત્રી - નહી, હુ તો મારા પતિને શોધી રહી છુ.

રેલગાડી
રેલગાડીમાં ચર્ચા ચાલી રહી હતી. એક વૃધ્ધ બોલ્યો - હવે તો સમાજવાદ આવશે.
બીજો બોલ્યો - નહી, નહી માર્ક્સવાદ આવશે.
ત્રીજો બોલ્યો - નહી હવે તો સામ્યવાદ આવશે.
અચાનક ઉપરના બર્થ પર સૂનારા એક વૃધ્ધે કહ્યુ, મહેરબાની કરીને 'અલાહાબાદ' આવે ત્યારે મને બતાવજો.

દાંતના દુ:ખાવાનો ઈલાજ
સુરેશ - મારા દાંતમાં ખૂબ જ દુ:ખાવો છે, શુ કરુ ?
રમેશ - એકવાર મારા દાંતમાં પણ ખુબ દુ:ખાવો ઉપડ્યો હતો, ત્યારે મેં ઘરે આવતા જ મારી પત્નીને કિસ કર્યુ અને મારી સલાહ છે કે તુ પણ આવુ કર.
સુરેશ - શુ તારી પત્ની આ માટે રાજી થશે ખરી ?

વિશ્વાસ
એક ભિખારીને એક દિવસ કંઈ ન મળ્યુ. તે ઈશ્વર પાસે પ્રાર્થના કરવા લાગ્યો - હે ઈશ્વર, જો મને 10 રૂપિયા મળી જાય તો તેમાંથી પાંચ રૂપિયા તમારા. થોડે આગળ જતા તેને પાંચનો સિક્કો મળ્યો. તે ઉઠાવીને તે બોલ્યો - વાહ ભગવાન, મારી પર આટલો પણ વિશ્વાસ નથી. પાંચ રૂપિયા પહેલા જ કાપી લીધા.

બાકીના હુ ભૂલીશ
જમીનદાર - તે હજુ સુધી મારુ કર્જ ચુકવ્યુ નથી, ચાલ આજે આપણે આને ટૂંકમાં જ પતાવી નાખીએ. તારું અડધુ કર્જ હું ભૂલવા તૈયાર છુ.
કર્જદાર - મંજૂર, અને બાકીનુ અડધુ હું ભૂલવા તૈયાર છુ.

ખોટુ ન બોલો
ડોક્ટર - (બેહોશ થયેલા દર્દીને) - આ તો મરી ગયો છે.
દર્દી - (એકદમ ઉઠીને) હું તો જીવી રહ્યો છુ.
દર્દીની પત્ની - (પતિને) - જરા તો સમજી-વિચારીને બોલો. આટલા મોટા ડોક્ટર છે, શું એ ખોટુ બોલતા હશે ?

ગાડી રિવર્સ કરો
ડ્રાઈવર - પેટ્રોલ ખલાશ થઈ ગયુ છે શેઠજી, હવે ગાડી આગળ નહી જઈ શકે.
શેઠજી - તો પછી રિવર્સ કરીને ઘરે લઈ લો.

સ્ત્રી અને રૂપ
પ્રશ્ન - સ્ત્રીઓ પોતાના મગજને બદલે પોતાના રૂપ તરફ કેમ વધુ ધ્યાન આપતી હોય છે ? જવાબ - કારણ કે પુરૂષ ગમે તેટલો મૂર્ખ કેમ ન હોય, આંધળો નથી હોતો.

લગ્ન અને વય
બે બહેનપણીઓ વાતો કરી રહી હતી.
પહેલી બોલી - મેં નિર્ણય કર્યો છે કે જ્યા સુધી 25 વર્ષની ન થવુ ત્યાં સુધી લગ્ન નહી કરુ. બીજી બોલી - અને મેં નિર્ણય લીધો છે કે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી 25 વર્ષની થવુ જ નહી.

આભાર
રામ : શુ તમે જ ગઈકાલે મારા પુત્રને ડૂબતા બચાવ્યો હતો ?
શ્યામ : હા, પણ હવે એ વિશે મારા વખાણ કરીને મને શરમાવો નહી.
રામ : કેમ ન કરુ ? બતાવો એ છોકરાની ટોપી ક્યા છે.

માણસાઈ
એક ચોર એક ઘરમાં ચોરી કરવા ગયો. તિજોરી પર લખ્યુ હતુ - તિજોરી તોડવાને જરૂર નથી. 123 નંબર લગાવી સામેવાળું લાલ બટન દબાવો, તિજોરી ખુલી જશે. જેવુ ચોરે બટન દબાવ્યુ કે એલાર્મ વાગ્યો અને પોલીસ આવી ગઈ. જતા-જતા ચોરે ઘર માલિકને કહ્યુ - આજે મારો માણસાઈ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

ચંદ્ર જેવી પત્ની
પિતા - બેટા, તને કેવી પત્ની જોઈએ ?
પુત્ર - બિલકુલ ચાંદ જેવી, જે રાત્રે આવે અને સવારે જતી રહે.

ખુશ નથી
એક નવવધુ રડી રહી હતી.
તેની બહેનપણીએ પૂછ્યુ - શુ થયુ ?
મારા પતિએ મને દગો આપ્યો છે. તેઓ પહેલાથી જ પરણેલા છે. તેમના પાંચ બાળકો છે - નવવધુએ રડતાં-રડતાં કહ્યુ.
બહેનપણી બોલી - અરે ભગવાન, આ સાંભળીને તને ખૂબ જ દુ:ખ થયુ હશે. હા, અને મારા ત્રણે બાળકો પણ આ સાંભળીને બિલકુલ ખુશ નથી - નવવધુએ સ્પષ્ટતા કરી.

દાંતનો દુ:ખાવો
એક મિત્ર - તારી પત્નીનો દાંતનો દુ:ખાવો બંધ થયો કે નહી ?
બીજો મિત્ર -હા, ડોક્ટરને બતાવતા જ બંધ થઈ ગયો.
પ્રથમ મિત્ર - અરે વાહ, એવી તે કંઈ દવા આપી હતી ? બીજો મિત્ર - દવા-બવા કંઈ જ નહી. બસ,
ડોક્ટરે જણાવ્યુ કે આ વૃધ્ધાવસ્થાની નિશાની છે. બસ ત્યારપછી તેણે દાંતના દુ:ખાવાની ફરિયાદ જ નથી કરી.

સ્વર્ગ-નરક
એક દારૂડિયાએ બીજા દારૂડિયાને પૂછ્યુ - યાર, આપણે મરી ગયા પછી ક્યા જઈશુ, સ્વર્ગમાં કે નરકમાં.
બીજો દારૂડિયો - તારે જ્યા જવુ હોય ત્યાં જજે. મારી તો એકવાર પીધા પછી ક્યાય જવાની હિમંત નથી થતી.

દેશ માટે જીવ
શિક્ષક - બાળકો, તમે આજે શપથ લો કે દારૂ-સિગરેટ નહી પીવો, માંસ નહી ખાવ ?
બાળકો - નહી ખાઈએ સર ?
શિક્ષક - ક્યારેય છોકરીઓને નહી છેડો ?
બાળકો - નહી છેડીએ સર.
શિક્ષક - જુગાર નહી રમો ?
બાળકો - નહી રમીએ સર.
શિક્ષક - દેશ માટે જીવ પણ આપી દેશો ?
બાળકો - આપી દઈશુ સર, આવા જીવનનુ કરશુ પણ શું ?

કેન્સર કે એઇડ્સ
એક માણસને કેન્સર હતુ. એક દિવસ તેના પુત્રએ તેને પૂછ્યુ - પપ્પા, તમને કેન્સર છે છતા તમે લોકોને એવુ કેમ કહેતા ફરો છો કે તમને એઇડ્સ છે.
પિતા - જેથી કરીને મારા મર્યા પછી કોઈ તારી મમ્મીને ટચ કરવાની હિમંત ન કરે.

પ્રથમ ભેટ
એક નવા ડોક્ટરે પોતાના કેરિયરનુ પ્રથમ ઓપરેશન કર્યુ. ઓપરેશન પછી થોડી જ વારમાં દર્દીનુ મોત થઈ ગયુ. ડોક્ટરે દિવાલ પર ટાંગેલા ભગવાનના ફોટો સામે હાથ જોડીને શ્રધ્ધાપૂર્વક કહ્યુ - હે પ્રભુ મારી તરફથી આ પ્રથમ ભેટ સ્વીકારી લો

સ્વાઈન ફ્લૂ
છોકરો - તારી જુદાઈમાં... ઉંધ નથી આવતી... કોઈ કામમાં મન નથી લાગતુ... જીવ જાય છે... દિલ રડે છે.... દિવસભર બસ સૂઈ રહેવાનુ જ મન થાય છે ... બસ કંઈક થાય છે... છોકરી -ડોક્ટરને બતાવી દે... સ્વાઈન ફ્લૂમાં આવુ જ થાય છે.

પ્રેમ
પ્રેમિકા - તમે તો બસ કામમાં જ લાગ્યા રહો છો, મારી તો તમે પરવા જ નથી કરતા.
પ્રેમી - એક વાત સાંભળી લે, પ્રેમ કરનારા દુનિયાની પરવા નથી કરતા.

ઘુંઘટ તો કાઢો
સાસુએ વહુને કહ્યુ - વહુરાણી, તારે બહાર ક્યાંય પણ જતા સમયે કાયમ ઘુંઘટ કાઢવો જોઈએ, તુ હજુ યુવાન છે. મને જો હુ તો વૃધ્ધ થઈ ગઈ છુ છતા પારકા પુરૂષો આગળ ઘુંઘટ ઓઢુ છુ.
મોર્ડન વહુ - સારુ સાસુમા, હુ પણ જ્યારે તમારા જેટલી વયની થઈશ ત્યારે મોઢાની કરચલીઓ સંતાડવા ઘુંઘટ જ કાઢીશ.

પહેલા મારી હતી
બે અભિનેતાઓના પુત્ર પરસ્પર વાતચીત કરી રહ્યા હતા.
પહેલો - ખબર છે, ગઈકાલે મારા પપ્પા મારી માટે એક નવી મમ્મી લઈને આવ્યા. તે ખૂબ જ સુંદર છે.
બીજો - મને ખબર છે, ગયા વર્ષે તે મારી મમ્મી બની હતી.

સમજદાર પુત્ર
કવિ - (મિત્રને) અરે યાર, મારા 5 વર્ષના પુત્રએ મારી બધી કવિતાઓ ફાડી નાખી.
મિત્ર - અરે વાહ, તારો પુત્ર તો ખૂબ જ સમજદાર નીકળ્યો. કલાને પારખવાની સમજ છે તેનામાં.

દેશનુ ભલુ
એક આળસુને તેના મિત્રએ પૂછ્યુ - મેં સાંભળ્યુ કે તે સેનામાં ભરતી થવાનુ વિચાર્યુ છે ?
આળસુ બોલ્યો - હા, પણ હજુ સુધી મને એ નથી ખબર કે બંદૂકનુ મોઢુ ક્યા મુકીને ચલાવે છે. ?
મિત્ર - તેમા શુ છે ? તુ બંદૂકનુ મોઢુ ગમે ત્યાં રાખીને ચલાવ, દેશનુ ભલુ જ કરીશ.

લગ્નની વર્ષગાંઠ
પત્ની - ડાર્લિંગ, આ વખતે લગ્નની વર્ષગાંઠ કેવી રીતે ઉજવવાનુ વિચાર્યુ છે ?
પતિ - આ વર્ષે આપણે બંને પાંચ મિનિટનુ મૌન રાખીશુ.
અફસોસ કે ખુશી
મીના - મારા પતિને છોડીને આજ સુધી કોઈએ મને કિસ નથી કર્યુ.
ટીના - આ બદલ તને ગર્વ છે કે અફસોસ ?

મારી માટે નહિ
એક કુંવારી છોકરીએ મંદિરમાં જઈને ઈશ્વરને પ્રાર્થના કરી - હે ઈશ્વર, હુ મારી માટે કશું જ નથી માંગતી, મહેરબાની કરીને મારી મમ્મીને એક જમાઈ આપી દો.

સ્વીમિંગ શિખવાડુ
ગ્રાહક - તમે શુ ધ્યાન આપો છો ? આ જુઓ મારી ચા માં માખી ડૂબીને મરી ગઈ.
સંતા - તો હું શુ કરુ ? હોટલ ચલાઉ કે માખીને સ્વીમિંગ શીખવાડુ.

માથાના વાળ
એક ટાલિયાના માથામાં 10-15 વાળ હતા, તે હજામની દુકાને પહોંચ્યો. હજામે ગુસ્સેથી પૂછ્યુ - શુ કરૂ આને કાપુ કે ગણુ ?
ટાલિયો - આને કલર કરી દો.

અમિતાભનો જવાબ
છેવટે 30 વર્ષ પછી અમિતાભે શશિ કપૂરને જવાબ આપી જ દીધો... 'તારી પાસે 'માં' છે તો મારી પાસે 'પા' છે.

ઉંદર મારવાની દવા
ગ્રાહક - ભાઈ, ઉંદર મારવાની દવા આપો ?
દુકાનદાર - ઘરે લઈ જવાની છે ?
ગ્રાહક - તો શુ ? તમે એમ વિચારો છો કે હું ઉંદરો મારી સાથે લાવ્યો છુ ??

લગ્ન પછી
લગ્ન પછી પહેલા પાંચ વર્ષ સુધી પત્ની પોતાના પતિને કેવી રીતે બોલાવે છે, તેની એક ઝલક પ્રસ્તુત છે.
પ્રથમ વર્ષ - જાનૂ.
બીજુ વર્ષ - એ જી.
ત્રીજુ વર્ષ - સાંભળો છો ?
ચોથુ વર્ષ - અરે ઓ લાલુના પપ્પા.
પાંચમુ વર્ષ - કયા મરી ગયા ?

જવાબદાર
મેનેજર - (આવેદકને) આ પદ માટે અમને એવો માણસ જોઈએ જે જવાબદાર હોય.
આવેદક - હું આ પદ માટે હું બિલકુલ યોગ્ય છુ, કારણ કે મારી અગાઉની નોકરીમાં કંઈ પણ નુકશાન થતુ તો તેઓ કહેતા હતા કે - આ માટે હું જવાબદાર છુ.

ધક ધક
પ્રેમિકા - કોઈ એવી વાત કરો કે મારુ દિલ જોરથી ધક ધક કરવા માંડે.
પ્રેમી - પાછળ તારા પપ્પા આવી રહ્યા છે.....

કંજૂસ
કોણ કેટલુ મોટુ કંજૂસ છે તેને લઈને સંતા-બંતા સાથે એક વિવાદ થઈ રહ્યો હતો.
સંતા - હુ એટલો કંજૂસ છુ કે મારા હનીમૂન માટે એકલો જ જતો રહ્યો અને અડધા રૂપિયા બચાવ્યા.
બંતા- અરે આટલી જ કંજૂસી. મારી વાત સાંભળ. હુ હનીમૂન માટે મારી પત્નીને મારા મિત્ર સાથે મોકલી દીધી અને પૂરા પૈસા બચાવ્યા.

સંકટ
યુધ્ધ દરમિયાન જ્યારે એક દુશ્મન દેશની એક સૈનિક ટુકડી એક ગામમાં ધુસી તો ગામની જવાન છોકરીઓ તેમનાથી બચવા માટે ગામની બહાર એક જગ્યાએ સંતાવવા માટે ભાગી. એક વૃધ્ધ સ્ત્રી પણ તેમની સાથે ભાગી.
એક છોકરીએ પૂછ્યુ - માજી, ભય તો અમને છે, અમે જવાન છોકરીઓ છીએ, તમે કેમ ભાગી રહ્યા છો ?
વૃધ્ધા બોલી - તે જોયુ નહી, તેમની સાથે એક વૃધ્ધ ઓફિસર પણ છે.

સમય નથી
એક માણસની તબિયત ખરાબ થઈ ગઈ, તે ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે તેને તપાસીને ચિંતા વ્યક્ત કરી - તમારી પાસે ખૂબ જ ઓછો સમય છે, કારણ કે તમે મરવાના છો.
દર્દીએ પૂછ્યુ - શુ કહી રહ્યા છો ડોક્ટર, મારી પાસે કેટલો સમય છે ?
ડોક્ટરે કહ્યુ - 10......
દર્દી ચિંતાને કારણે વચ્ચે જ બોલી પડ્યો - 10 શુ ? 10 વરસ, 10 મહિના, કે પછી 10 અઠવાડિયા.
ડોક્ટર - 10...9...8...7...

બાકીની પરત કરો
એક સૈનિક ઓફિસરને કોઈ લાંબી ડ્યુટી પર વિદેશ મોકલવામાં આવ્યો. જ્યારે તેને ત્યાં વધુ દિવસ થઈ ગયા તો એક દિવસ તેને એક પત્ર મળ્યો. - 'જતી વખતે હું તમને મારો જે ફોટો આપ્યો હતો તે પરત કરો, કારણ કે હું હવે એક બેંક મેનેજર સાથે લગ્ન કરવા માંગુ છુ.'
સૈનિક ઓફિસરે બે ડઝનથી પણ વધુ ફોટા એ છોકરીને મોકલી આપ્યા અને લખ્યુ - 'આમાંથી તમારો ફોટો કાઢીને બાકીના પાછા મોકલો.'

કંટાળી ગયો
પતિ - ચાલ આજે આપણે બહાર જઈને ચા પીશુ
પત્ની - કેમ, તમે એમ સમજો છો કે હું ચા બનાવી-બનાવીને કંટાળી ગયી છું ?
પતિ - અરે નહી, હુ રોજ કપ-રકાબી ધોઈ ધોઈને કંટાળી ગયો છુ.

ફેશન
સંતાને કાનમાં વાળી પહેરેલી જોતા બંતાથી રહેવાયુ નહી.
બંતા - અરે યાર તે કાનમાં વાળી પહેરવાનુ ક્યારથી શરૂ કરી દીધુ ?
સંતા - જ્યારથી મારી પત્ની પિયરથી પરત આવી છે.
બંતા - તો શુ એ તારી માટે વાળી લાવી ?
બંતા - નહી, આ વાળી તો તેને મારી પથારીમાંથી મળી છે.

ચશ્મા વગર
પતિ- (પત્નીને) હું રાત્રે સપનુ જોયુ.
પત્ની - શુ જોયુ.
પતિ - કે તુ પ્રેમ કરી રહી છે.
પત્ની - કોને ?
પતિ - એ જ તો હુ ઓળખી ન શક્યો, રાત્રે હું ચશ્મા વગર જ સૂઈ ગયો હતો.

દેશનુ ભવિષ્ય
પતિ એ છાપુ વાંચત વાંચતા જોશમાં પત્નીને કહ્યુ - જો હુ પ્રધાનમંત્રી હોત તો દેશનુ ભવિષ્ય જ બદલી નાખત.
પત્ની - પહેલા તમારી પેંટ તો બદલો, સવારથી ઉંધી પહેરીને બેસ્યા છો.

ધન્યવાદ
કનુ(મનુ કવિને ફોન પર) - અરે મનુ, રવિવારે છાપામાં તારી કવિતા વાંચી ખૂબ સરસ છે. તારી ભાભીને પણ ખૂબ ગમી છે.
મનુ - ભાભીને મારા તરફથી ધન્યવાદ કહેજો, અને મારા તરફથી તેમના ચરણસ્પર્શ કરી લેજો.

મોટી ગીફ્ટ
મુન્નાભાઈ - અરે યાર સર્કિટ હુ મારી ગર્લફ્રેંડને કોઈ ગિફ્ટ આપવા માંગુ છુ, બોલ શુ આપુ ?
સર્કિટ - યાર એવુ કર તુ એને ગોલ્ડ રિંગ આપી દે.
મુન્નાભાઈ - કોઈ મોટી વસ્તુ બતાવ.
સર્કિટ - તો ગોલ્ડ રિંગ રહેવા દે, એમઆરએફનુ ટાયર આપી દે.

બે સિક્કા
ગપ્પુ : આજે તો બગીચામાંથી મને પાંચ રૂપિયાનો સિક્કો મળ્યો.
પપ્પુ : એ મારો જ છે. કાલે હુ જ્યારે અહી રમતો હતો ત્યારે ખિસ્સામાંથી પડી ગયો હતો.
ગપ્પુ : પણ મારી પાસે અઢી-અઢી રૂપિયાના બે સિક્કા હતા.
પપ્પુ : લાગે છે કે નીચે પડવાથી તેના બે કટકા થઈ ગયા હશે.

રૂમાલ કે ટાઈ
ગટ્ટુ : પિતાજી, ગળામાં શું બાંઘ્યું છે?
પિતાજી : તને નથી ખબર, આને શું કહેવાય?
ગટ્ટુ : અરે હા સમજી ગયો પિતાજી, તમે પણ મારી જેમ નાક સાફ કરવાનો રૂમાલ બાંઘ્યો છે. હેં ને!

હું નથી ગાતો
રમેશ - (પોતાના ભાઈને) : ગોટુ, હું ગાઉ છુ ત્યારે તું બહાર કેમ ઊભો રહી જાય છે?
ગોટુ : આજુબાજુમાં રહેતા લોકોને બતાવવા કે હુ નથી ગાતો

ફાયદો કે નુકશાન
રામુ : શ્યામ, તું મને એક સવાલનો જવાબ આપ કે ચા પીવી ફાયદાકારક છે કે નુકસાનકારક?
શ્યામ : કોઈ પીવડાવે તો ફાયદાકારક અને પીવડાવવી પડે તો નુકસાનકારક.

1 ટિપ્પણી:

આભાર............