સુવિચાર :-

"કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે."

આપણું ગુજરાત

                             આપણું ગુજરાત

                                                           આપણું ગુજરાત આગવું ગુજરાત

સ્થાપના દિવસ        :       ૦૧-૦૫-૧૯૬૦ (૧લી મે, ૧૯૬૦)
રાજધાની              :       ગાંધીનગર
રાજ્યપાલ             :       ડૉ.કમલા બેનીવાલ
મુખ્ય મંત્રી            :       શ્રી. નરેન્દ્રભાઈ મોદી
ક્ષેત્રફળ                :       ૧૯૬,૦૨૪ કિ.મી.
વસ્તી                 :       ૫,૦૬,૭૧,૦૧૭ (૨૦૦૧)
કુલ ગીચતા           :       ૨૫૮ વ્યક્તિ/કિ.મી.૨
પુરૂષો                 :       ૨,૬૩,૮૫,૫૭૭
મહિલા                 :       ૨,૪૨,૮૫,૪૪૦
જાતિ પ્રમાણ           :       ૯૨૦ સ્ત્રી/૧૦૦૦ પુરુષ
વસ્તી વધારો         :       ૨૨.૪૮% (૧૯૯૧-૨૦૦૧)
સાક્ષરતા દર           :       ૬૯.૦૧ % (૨૦૦૧)
પુરુષો                  :       ૭૯.૯%
સ્ત્રીઓ                  :       ૫૭.૮%
મુખ્ય ભાષા            :       ગુજરાતી
જિલ્લા                 :       ૨૫
તાલુકા                 :       ૨૨૬
ગામડા                 :       ૧૮,૬૧૮

                                 ઇતિહાસ

ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં પાકિસ્તાન, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની રાજધાની ગાંધીનગર છે.
ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશો ને રાષ્ટ્રપિતા આપ્યા છે. ભારત ને મહાત્મા ગાંધી અને પકિસ્તાન ને મહમદ અલી ઝીણા. આ બન્ને વ્યક્તી સૌરાષ્ટ્ર ની છે, તથા બન્ને વ્યક્તીના દાદા વૈષ્ણવ સમ્પ્રદાયના સેવક હતા. આ ઉપરાંત ગુજરાતે ભારત ને શ્રી મોરારજી દેસાઇ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આભાર............